વાત : ૩૫૨

શાસ્ત્રમાં વિષય જીત્યાનું કહ્યું છે તે કેમ જિતાતા નથી ? ઉત્તર : જે જ્ઞાન-વૈરાગ્યાદિક સાધને યુક્ત એવો જે એકાંતિક ભક્ત છે તે મંડે તો વિષયને ટાળી નાખે પણ દેહની સ્થિતિ એવી ને એવી જ રહે નહિ તેણે કરીને વાતચીતને સુવાણ રહે નહિ ને કાં તો દેહ પડી જાય. ને બીજાને તો વિષય જીત્યાનો એક ઉપાય છે જે એ વિષયના તાલ જ્યારે આવે ત્યારે એ તાલને ભાંગી નાખ્યા કરે તે એમને એમ સુરત રાખીને કર્યા કરે તો અલ્પકાળમાં રાગ ઓછા થઈ જાય છે. ત્યાં દૃષ્ટાંત, જેમ વૃક્ષને એકવાર કાપી નાખે તો કાંટા બહુ બળિયા નિસરે પણ એમને એમ દશ વિશ વાર કાપે તો ન નિસરે અથવા નિસરેતો લગારેક નિસરે એમ પંચ વિષયના તાલ ભાંગ્યા કરે તો વિષય જિતાય છે.।।૩૫૨।।