વાત : ૪૧૭

વૈરાગ્ય ઉપજ્યાનો શો ઉપાય છે ? ઉત્તર : જે શ્રીહરિનો મહિમા ને આત્મનિષ્ઠા એ બેની પક્વતામાંથી જે વૈરાગ્ય ઉપજે છે તેને જ્ઞાનાંશ થકી ઉપજ્યો કહેવાય છે. ને તેનો અસત્‌ દેશકાળાદિકે કરીને પણ નાશ થાતો નથી.।।૪૧૭।।