વાત : ૪૨૬
તપ બે પ્રકારનું છે. તેમાં એક તો એમ જે જુવાન અવસ્થા હોય તો વ્રત ઉપવાસાદિકે કરીને દેહને બળહીન કરી નાખવો અને શરીરમાં બળ ન હોય ત્યારે તો વિહીત ભોગનો સંકોચ કરવો તથા શીત, ઉષ્ણાદિકનું સહન કરવું તેને પણ તપ કહીએ અને બીજું ઇંદ્રિયો તથા અંતઃકરણ તથા મન એ સર્વેને એકાગ્ર કરીને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રાખવી તેને પણ તપ કહીએ. તે એવા તપને અતિ ઉત્કૃષ્ટ કહેવાય.।।૪૨૬।।
ટિપ્પણી
વિહિત ભોગનો સંકોચ કરવોઃ શાસ્ત્રે માન્ય કરેલા ભોગ પણ ઘટાડવા.