વાત : ૩૪૯
ત્રણ ગુણનો વેગ તથા વિષયનો વેગ તે કેમ ટળે ? ઉત્તર જે શ્રીજીમહારાજના મહિમાને સારી પેઠે સમજીને જાણપણારૂપ થઈને ધીરે ધીરે ટાળે તો એ બેયનો વેગ ટળી જાય. તે ઉપર હનુમાનજીને દૃષ્ટાંતે કરીને વાત કરી જે લંકા જોઈને વિચાર કર્યો ત્યારેકોઈ રૂપાદિકનો મનમાં ક્ષોભ ન થયો. એ રીતે પૂર્વે કહ્યું તેનો વેગ સમાવવો.।।૩૪૯।।
ટિપ્પણી
હનુમાનજીનું દૃષ્ટાંતઃ સીતાજીની શોધમાં હનુમાનજી લંકા ગયા ત્યારે કેટલીય સ્ત્રીઓને જોવી પડેલી, પણ હનુમાનજીની વૃત્તિઓમાં કોઈ ક્ષોભ કે વિકાર થયો ન હતો. (વચનામૃત : જેતલપુર ૨).