વાત : ૩૮૨

વિશલ્યકરણીના છેલ્લા વચનામૃતની વાર્તા કરતા હતા ત્યારે પૂછ્યું જે અહંમમત્વ કેમ ટળે ? ઉત્તર : જે દેહને વિષે જેવી આત્મબુદ્ધિ છે ને અસાધારણ હેત છે તેમ જ શ્રીહરિજી મહારાજને વિષે ને સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ ને અસાધારણ હેત થાય તો અહંમમત્વ ટળી જાય.।।૩૮૨।।