વાત : ૫૧૯
શ્રીજીમહારાજે સર્વે સંતને પૂછ્યું જે તમને ભૂત વળગે છે કે નથી વળગતું ? ત્યારે કોઈ ન બોલ્યા ત્યારે શ્રીજીમહારાજ પોતે બોલ્યા જે અમને ત્રણને ન વળગે તેમાં એક અમને, બીજા મુક્તાનંદ સ્વામીને, ત્રીજા ગોપાળાનંદ સ્વામીને. એ સિવાયના બીજાને તો ક્રોધરૂપી ભૂત વળગે છે ને માનરૂપી ભૂત વળગે છે, સ્વાદરૂપી ભૂત વળગે છે, કામરૂપી ભૂત વળગે છે, ને લોભરૂપી ભૂત વળગે છે.।।૫૧૯।।