વાત : ૩૩૫

લોભ, કામ, રસાસ્વાદ એ આદિક જે પોતાને વિષે દોષ હોય તેને ઓળખીને મૂકી દે તો જ એ દોષ ટળે ને વાર્તાએ કરીને પ્રકૃતિ ફરે છે, પણ જેમ પાણી પીવરાવીએ ને તે બીજમાં જેવો ગુણ હોય તેવો ફળમાં ગુણ આવે છે.।।૩૩૫।।