વાત : ૪૫૪

એક દિવસ એમ વાર્તા કરી જે ગુરુ કે શિષ્ય થાવું એ બેમાંથી એક શીખવું ને બીજે દિવસે સર્વેને પૂછ્યું કે મૂંઝવણ ટાળવાને અર્થે એક બે સંતને મન સોંપ્યું છે કે નથી સોંપ્યું ? ત્યારે જેણે જેને જેને મન સોંપ્યું હતું તેણે તેણે તેમનાં નામ લઈને કહી દેખાડ્યાં.।।૪૫૪।।