વાત : ૩૦૨

નિષ્ઠાના સ્વરૂપને જાણ્યાનું લક્ષણ એ છે જે સમુદ્રમાં વહાણ ડૂબતું હોય તથા દૈવ ઇચ્છાએ કરીને વગડામાં એકલા જ નોખા પડી ગયા હોઈએ ને વળી દેહ પણ અતિ માંદો હોય ને પોતાની મેળે ક્રિયા કરવા સમર્થ ન હોય તો પણ કાયર ન થવાય. ને શ્રીજીમહારાજના અંતર્યામીપણાનો જે વિશ્વાસ તે લેશ માત્ર પણ ગૌણ પડે નહિ તેની પક્વ નિષ્ઠા કહીએ તથા શ્રીહરિજી અથવા સત્પુરુષ તે કોઈક નાના સાધુના વચનમાં વર્તાવે તો પણ જેમ શ્રીજીમહારાજની સમીપે તથા મોટા સંતની સમીપે વર્તતો હોય તેમ જ વર્તે પણ લેશમાત્ર આડું અવળું કરે નહિ તેની પક્વનિષ્ઠા કહીએ અને એવી પક્વનિષ્ઠા કેમ થાય ? ઉત્તર : જે એ બે પ્રકારની પક્વનિષ્ઠાના લક્ષણની વાર્તા કર્યામાં તથા સાંભળ્યામાં શ્રદ્ધા બહુ રાખે તથા મોટા પુરુષનો સંગ કરે તો પક્વનિષ્ઠા થાય છે.।।૩૦૨।।