વાત : ૪૬૮
અને જગત આદ્યે નહોતું ને અંતે પણ નહિ રહે ને મધ્યે ઝાંઝવાના જળની પેઠે જણાય છે તે કહ્યું છે જે,
न यदिदमग्र आस।।१
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत !
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना।।२
(૧.અર્થ :- જે આ જગત છે તે આથી પહેલાં ન હતું.
૨. અર્થ :- હે ભારત ! આ દેવ મનુષ્યાદિક ભૂત પ્રાણીમાત્રના પૂર્વાવસ્થા, તેમ જ અંત અવસ્થા તે સ્પષ્ટ જણાય તેવી નથી. માત્ર મધ્ય અવસ્થામાં જ સ્પષ્ટ જણાય છે તો તે માટે દુઃખ નિમિત્ત શોક શા માટે કરવો. (ગી. અ. ૨-૨૮))।।૪૬૮।।