વાત : ૩૭૩

વાસના અક્ષરધામમાં ટળે કે બીજે ટળાવે છે ? તે કહો, ત્યારે કહ્યું જે શ્રીજીમહારાજના સ્વરૂપનો નિશ્ચય હોય અને શ્રીજમહારાજની આજ્ઞા પ્રમાણે તો રહેતા હોય પણ જો જીવમાં રાગ રહ્યા હોય તો જ્યારે દેહ મૂકે ત્યારે તેને મહારાજ અક્ષરધામમાં લઈ જાય. અને પછી પોતાનો અવતાર કોઈક બ્રહ્માંડમાં થયો હોય ત્યાં મહારાજ તેને દેહ ધરાવે. અને પછી તે સંસાર મૂકીને જ્યાં ભગવાન હોય ત્યાં જાય. પછી તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરીને પછી સાધન કરે અને થોડેક કાળે તે વાસનાને ટાળી નાખે કેમ જે પૂર્વનું બીજબળ હોય માટે.।।૩૭૩।।