વાત : ૪૬૩
જીવ, માયા ને પરમેશ્વર એ ત્રણે અનાદિ છે તેમના મધ્યે પુરુષોત્તમને વિષે સર્વ કારણપણું ને સર્વનું કર્તાપણું કેમ સમજવું ? ઉત્તર : જે પુરુષોત્તમ તો માયાને સ્થૂલ, સૂક્ષ્મ ભાવને પમાડી દે છે ને જીવને જ્ઞાનશક્તિના વિકાસ-સંકોચે કરીને સ્થૂલ-સૂક્ષ્મભાવને પમાડી દે છે ને એને વિષે જે જે ક્રિયા ક્રિયા કરવાનું સામર્થ્યપણું ને પ્રકાશપણું ઇત્યાદિક અનેક પ્રકારની સામર્થી રહી છે તે તો પુરુષોત્તમની આપેલ છે. માટે શ્રીહરિજીને વિષે સર્વનું કારણપણું, સર્વનું નિયંતાપણું ને સર્વનું કર્તાપણું કહેવાય છે.।।૪૬૩।।