વાત : ૩૦૩
સત્તારૂપ થઈને માંહી રહીએ તો સુખ રહે છે ને બાહેર રહીએ તો દુઃખ થાય છે તેમ કેમ વર્તીએ તો દુઃખ ન થાય ? ઉત્તર : જે જેમ માંહી વર્તીએ છીએ ને સુખ રહે છે તેમ જ દેહમાં આવીએ ત્યારે તેમ જ વર્તીએ તો દુઃખ થાય જ નહિ. તે વર્ત્યાની રીત જે જેમ તેમ બોલી જવાય ને કોઈક કહે તો તેનું દુઃખ લગાડીએ નહિ ને ક્યાં આપણે વિદુર નીતિ ભણ્યા છીએ જે તે પ્રમાણે ન બોલાયું તો લાજ નહિ રહે એમ તો કાંઈ નથી માટે માંહી ને બાહેર જાણપણારૂપે વર્તીએ તો દુઃખ જ નથી.।।૩૦૩।।