વાત : ૮૪

ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે એ મધ્યનું ૩૮મું વચનામૃત જ્યારે વંચાવ્યું ત્યારે સોમલા ખાચરે કહ્યું જે દેહ મૂકીને પ્રવેશ થાતો હશે ? કે દેહ છતે પ્રવેશ થાતો હશે ? ઉત્તર જે, દેહ છતે પણ પ્રવેશ થાય છે કેમ જે જેનો જેને વિષે અતિશય સ્નેહ હોય તેનો તેને વિષે પ્રવેશ કહેવાય છે.।।૮૪।।