વાત : ૧૮૨
જે પુરુષ જે જે પદાર્થ થકી નિવૃત્તિને પામે છે તે તે પદાર્થ થકી એ મુકાઈ જાય છે અને જો સર્વે પદાર્થ થકી નિવૃત્તિને પામે છે તો તે અણુ માત્ર પણ દુઃખને નથી પામતો અને સર્વેથી નિવૃત્તિને પામ્યો હોય એવો જે પુરુષ તેને કોઈ જીતવાને ઇચ્છતો નથી અને એ પણ બીજાને જીતવાને ઇચ્છતો નથી. અને કોઈ સાથે વૈર કરતો નથી અને કોઈને મારતો નથી ને નિંદા ને સ્તુતિ તેને વિષે તુલ્ય છે સ્વભાવ જેનો એવો જે એ પુરુષ તે કોઈ પદાર્થ નાશ પામી જાય છે તેનો શોક કરતો નથી અને કોઈ પદાર્થને પામીને તેનો હરખ પણ નથી કરતો.।।૧૮૨।।