વાત : ૪૪૩

જ્ઞાન કેમ સમજવું ? ઉત્તર : જે પુરુષોત્તમનું, અક્ષરનું, મૂળપુરુષનું, મૂળમાયાનું, પ્રધાનપુરુષનું, વૈરાજપુરુષનું ને જીવના સ્વરૂપને પૃથક્‌ પૃથક્‌ રીતે સમજે એનું નામ જ્ઞાન કહેવાય છે. તે શ્લોકમાં કહ્યું છે, क्षेत्राणां च क्षेत्रविदां,

प्रधानपुरुषस्य च मायायाः कालशक्तेश्चाक्षरस्य ।

च परस्य च पृथक्‌ पृथग्लक्षत्रैर्यज्ज्ञानमुच्यते।।

(અર્થ :- દેહ, જીવાત્માઓ, પ્રધાનપુરુષ, માયા, કાળ, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને જુદાં જુદાં લક્ષણોએ કરીને જાણવું તે જ્ઞાન કહેવાય છે. - વાસુ. અ। ૨૪-૭૪)।।૪૪૩।।