વાત : ૯૫

વિષયમાં રાગ છે તે ત્યારે ટળે જ્યારે ઇંદ્રિયો-અંતઃકરણ એ સર્વેનો નિષેધ કરીને આત્મસત્તારૂપે થઈને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે તો ધીરે ધીરે રાગ ટળી જાય પણ તે વિના ટળે નહિ. તે ઉપર વિજ્ઞાનદાસજીને વાત કરી જે તમે બહાર મૂર્તિનું ધ્યાન કરતા ત્યારે વિષયમાં રાગ હતો અને જ્યારે જીવમાં ધ્યાન કરવવા માંડ્યું ત્યારે રાગ માત્ર ટળી ગયા.।।૯૫।।