વાત : ૩૯૨
નિર્વાસનિક ભક્ત અમને ગમે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે માટે એમ કેમ જવાય ? ઉત્તર : જે બે પ્રકારના ભક્ત છે તેમાં એક તો સવાસનિક છે ને બીજો નિર્વાસનિક છે ને એ બેયનું કલ્યાણ તો શ્રીજીમહારાજ કરે છે પણ સનકાદિક જેવા નિર્વાસનિક ભક્ત ઉપર જેવો શ્રીજીમહારાજનો રાજીપો જણાય છે તેવો બ્રહ્માદિક જેવા સવાસનિક ભક્ત ઉપર રાજીપો જણાતો નથી એ વાત મોક્ષધર્મમાં કહી છે જે ભગવાન બ્રહ્માદિકની પૂજા પગે કરીને ગ્રહણ કરે છે ને એકાંતિક ભક્તની પૂજા તો મસ્તકે કરીને ગ્રહણ કરે છે ને બ્રહ્માદિકની તો બ્રહ્માંડમાં બહુ મોટપ જણાય છે ને સનકાદિક તો ગરીબ જેવા જણાય છે પણ એ બહુ મોટા છે ને એવાને સંગે કરીને નિર્વાસનિક થવાય છે.।।૩૯૨।।