વાત : ૧૬૧

પ્રથમ સંસાર અસત્ય જણાતો હતો ને શ્રીજીમહારાજને વિષે હેત પણ જણાતું હતું ને હવે એમ કેમ જણાતું નથી ? ઉત્તર : જે પ્રથમ એ ભક્તની ઇંદ્રિયની વૃત્તિ વિષય સુખને વિષે પ્રવેશ નહોતી કરી ગઈ ને સત્સંગનો વેગ ઇંદ્રિયોને વિષે લાગ્યો હતો ને તે પછી ઉતરતાને યોગે કરીને જ્યારે વિષય સુખનો અનુભવ થયો ત્યારે સત્સંગથી મોળો પડી ગયો એ જ એનો ઉત્તર છે ને વિષય ભોગવીને ન બંધાય એવા તો એક નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ નથી.।।૧૬૧।।