વાત : ૫૫૩
અહંવૃત્તિ જે તે સકામ અને નિષ્કામ ભક્તિએ કરીને અતિશય વૃદ્ધિ પામે છે તેમાં સકામ ભક્તિએ કરીને તો મનુષ્યથી લઈને પ્રકૃતિ પુરુષના જેવી મોટપને પામે છે ને નિષ્કામ ભક્તિએ કરીને જીવસત્તા જે તે અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને સત્સંગમાં આવતાં વેંત જ જાણે જે હું મોટો થાઉં એમ મોટપ આવે નહિ. તે તો જેમ જેમ સત્સંગને વિષે દૃઢ નિષ્ઠા થાતી જાય ને એકાંતિક સાધુ પાસેથી ધર્મજ્ઞાનાદિકને શીખીને તે સાધનને પક્વ કરે તો મોટપને પામે છે.।।૫૫૩।।