વાત : ૨૨૮

જે નવ વાનાં રાખે તેને કલ્યાણના માર્ગમાં કોઈ રીતે વિઘ્ન ન આવે :-

(૧) ભગવાનની દૃઢ ઉપાસના કરવી તે કોઈ રીતે ફરે નહિ.

(૨) જે જે ભગવાનના નિયમ છે તેમાં દૃઢપણે રહેવું પણ કોઈ નિયમનો ભંગ ન કરવો.

(૩) શુભ દેશ સેવવો પણ અશુભ દેશને ન સેવવો.

(૪) શુભ કાળ સેવવો પણ ભૂંડો કાળ ન સેવવો.

(૫) સત્પુરુષનો સંગ મન, કર્મ, વચને કરવો પણ તે સત્પુરુષનો સંગ કરતાં જો કોઈ સ્વભાવ આડો આવે તો તે સ્વભાવનો ત્યાગ કરવો પણ સત્પુરુષના સંગનો ત્યાગ ન કરવો.

(૬) પોતાની ઉત્તમ શ્રદ્ધા રાખવી પણ તેમાં પ્રમાદ ન રાખવો.

(૭) સાધુનો તથા બ્રહ્મચારીનો તથા પાળાનો તથા સત્સંગીનો ઇત્યાદિક કોઈ ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો.

(૮) દેહાભિમાનનો ત્યાગ કરવો.

(૯) કોઈ મંડળના તથા મંદિરના થઈને રહેવું પણ અધરિયા ન રહેવું.

આ નવ વાનાંમાં જો એક ન હોય તેના સત્સંગમાં જરૂર વિઘ્ન પડે. તે માટે પોતાનો સત્સંગ નિર્વિઘ્ન રાખવો હોય તેને આ નવ વાનાં અતિ દૃઢ કરીને રાખવાં.।।૨૨૮।।



ટિપ્પણી

અધરિયાઃ અનિશ્ચિત, હવામાં લટકેલા.