વાત : ૧૨

શ્રીજીમહારાજે સમાધિવાળા મૂળજીભક્તને કહ્યું જે પુરુષોત્તમના બીજા અવતાર થયા ને થાશે ને બીજાં ધામોમાં જે સર્વે મૂર્તિઓ તે સમગ્ર રૂપને તમે જુવો. ત્યારે તેમણે કહ્યું જે કેમ કરીને જોવું ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે બીજા સર્વે અવતાર તેમનું નામ લઈને અમે સંકલ્પ કર્યો જે એ સર્વેના કારણ હોય તો તેના પ્રતાપે કરીને મને સર્વે રૂપનાં દર્શન થાઓ. ત્યારે ભક્તે સર્વે બીજા અવતારનાં નામ લઈને સંકલ્પ કર્યો પણ દર્શન થયું નહિ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે તે સર્વેના કારણ પ્રકટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ હોય તો મને સર્વેનું દર્શન થાઓ એમ સંકલ્પ કરો. ત્યારે તે ભક્તે એમ સંકલ્પ કર્યો કે તત્કાળ સર્વે રૂપનાં દર્શન થયાં. એવી રીતે પોતાનો સર્વોપરી પ્રતાપ દેખાડીને પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય કરાવ્યો ।। ૧૨ ।।