વાત : ૫૦૭
અને પુરુષોત્તમ ભગવાન, માયા અને જીવ એ ત્રણેય અનાદિ છે, એ વાત યથાર્થ છે. પણ માયા અને જીવ તો ભગવાન આગળ અતિ અસમર્થ ને પશુ જેવાં જણાય છે ને એને અનાદિપણું એટલું જ સરખાપણું છે પણ સર્વ ઐશ્વર્યે યુક્ત તો પુરુષોત્તમ ભગવાન એકલા જ છે. એમ સ્વામીએ મનુષ્ય અને પશુના દૃષ્ટાંતે બહુ વાત કરી.।।૫૦૭।।
ટિપ્પણી
મનુષ્ય અને પશુનું દૃષ્ટાંતઃ મનુષ્ય પાસે પશુ અસમર્થ છે ને તેને આધીન છે, તેવી રીતે માયા, કાળ, કર્મ વગેરે શ્રીહરિની પાસે અસમર્થ ને પરતંત્ર છે, ને તેઓ શ્રીહરિને આધીન છે.