વાત : ૫૨

એક દિવસ મોટા સંતે વાત કરી જે પુરુષોત્તમ ભગવાન જે તે અક્ષર, મૂળપુરુષ, પ્રધાનપુરુષ ને વિરાટાદિક એ સર્વેના નિયંતા રૂપે કેમ રહ્યા છે ? તો જે જેમ શ્રીજીમહારાજની આજ્ઞા આચાર્યજી મહારાજ ઉપર છે ને તેમની આજ્ઞા મોટા સાધુ ઉપર છે ને તેમની આજ્ઞા મંડળના સાધુ ઉપર છે એવી રીતે રહ્યા છે ને એમાં જે તારતમ્યપણું છે તેને શ્રીજીમહારાજ જાણે છે અથવા તો જેના ઉપર એમની પ્રસન્નતા હોય તે જાણે છે પણ તે વિના બીજો કોટી ઉપાયે કરીને પણ જાણી શકે નહિ. ।। ૫૨ ।।

ટિપ્પણી

તારતમ્યપણુંઃ ચઢતા-ઊતરતાપણું.