વાત : ૪૨૫

દયા પણ બે પ્રકારની છે :-

(૧) આ લોકમાં દેહે કરીને સુખિયો રહે એવી દયા કરે તે દયાએ કરીને તો એ જીવનું પરલોક બગડે ને એને બંધન થાય એ લૌકિક દયા કહેવાય.

(૨) દેહ તથા દેહ સંબંધી પદાર્થ ને દેહના સંબંધી તથા આ લોકથી આરંભીને પ્રકૃતિ પર્યંત ક્યાંય પણ પ્રીતિ ન રહેવા દે ને એ સર્વેને વિષેથી પ્રીતિ તોડાવીને એક ભગવાનને વિષે પ્રીતિ કરાવીને પછી ભગવાનના સ્વરૂપને વિષે જોડે તે એવી દયા તો ભગવાન તથા એકાંતિક મોટા સાધુને વિષે હોય. એવી રીતે દયામાં પણ ફેર છે.।।૪૨૫।।