વાત : ૧૮૬

જ્ઞાની અને વિશ્વાસી ભક્તનાં કેવાં લક્ષણ હોય ?

(૧) જ્ઞાની ભક્તને જ્ઞાનાંશની યથાર્થ દૃઢતા હોય તેમાં કોઈ જાતની કસર રહેતી નથી.

(૨) વિશ્વાસી ભક્તને ભગવાન અને ભગવાનના ખરેખરા એકાંતિક ભક્તનો દૃઢ વિશ્વાસ હોય તેણે કરીને જેમ એ કહે તેમ જ એ મન, કર્મ, વચને વર્તે તો તેમાં પણ કોઈ જાતની કસર ન રહે અને પ્રથમ જે જ્ઞાની કહ્યો તેનો સંગ કરે તો તેને પોતા જેવો કરે ને બીજો વિશ્વાસી ભક્ત છે તે તો પોતાના જીવાત્માનું જ રૂડું કરે પણ બીજાને સમજાવી શકે નહિ. એટલો એ બેમાં ભેદ છે.।।૧૮૬।।