વાત : ૨૮૪
શ્રીજીમહારાજને સંભારવા તે તો અલૌકિક ઐશ્વર્ય ને અલૌકિક મહિમા તે સોતા વારંવાર સંભારવા ને અતિ પ્રકાશમાન જોયા કરવા ને ત્રણ ગુણના તથા પંચવિષયના જે વેગ આવે તેને ટાળીને જાણપણારૂપે વર્તવું એ જ અક્ષરનો ભાવ કહેવાય છે ને આંટી, અભાવ ને ઉપશમ એ ત્રણે કરીને વૈરાગ્ય ઊપજે છે. તેમાં ઉપશમે કરીને જે વૈરાગ્ય ઊપજે છે તે શ્રેષ્ઠ છે ને બીજા બે તો માધ્યમ ને કનિષ્ઠ છે.।।૨૮૪।।
ટિપ્પણી
સોતાઃ સહિત.