વાત : ૧૫૬

સમૈયામાં જઈને સત્પુરુષની સોબત કરીને કમાણી કરવી ને તેને વધારવી તે કોઈક તો વધારે છે ને કોઈક તો ઘટાડી પણ દે છે ને કેટલાક તો બરોબર પણ રાખે છે. તે એ કમાણી શી ? તો શ્રીહરિજીને વિષે માહાત્મ્યે યુક્ત ને ધર્માદિક અંગે સહિત જે ભક્તિ કરવી તે પણ મહત્પુરુષના સંગે કરીને શીખવી.।।૧૫૬।।