વાત : ૪૮૪

શ્રીજીમહારાજને દેખે છે પણ પોતાના સ્વરૂપને જુદું દેખતો નથી એ કેમ હશે ? ઉત્તર : જે એ તો સાધનકાળને વિષે જો જીવ, ઈશ્વર ને પરમેશ્વર એમના સ્વરૂપનો ભિન્ન ભિન્ન શ્રવણ, મનન ને નિદિધ્યાસ કર્યો હોય તો દૃઢ સ્થિતિમાં પણ જુદાં જણાય છે, નહિ તો ન જણાય.।।૪૮૪।।