વાત : ૫૫૬
મન તો સત્વગુણમાંથી થયું છે માટે તેમાં રજ, તમના વિકાર કેમ રહ્યા છે ? ઉત્તર : જે મન તો વિષયનું પ્રકાશક છે. તેનું દીપકને દૃષ્ટાંતે કરીને કહ્યું છે જે મન જો વિકારવાન હોય તો નારદ, સનકાદિકનું મન વિકારવાન કેમ નથી ?।।૫૫૬।।
ટિપ્પણી
દીપકનું દૃષ્ટાંતઃ દીવાના પ્રકાશથી અંધારામાં રહેલી વસ્તુ દેખાવા લાગે છે, તેવી રીતે મનથી વિષયોમાં પ્રકાશ થાય છે, અને જેવા ગુણવાળા વિષયો તેવી વૃત્તિથી મન તેનું ગ્રહણ કરે છે, પણ મન પોતે વિકારવાન નથી.