વાત : ૧૧૩
અને ધર્મજ્ઞાનાદિકની પક્વતાએ કરીને પંચવિષયને બંધાય નહિ ત્યારે એકાંતિક થાય. ને પ્રેમી ભક્તને પતિવ્રતાનું અંગ હોય ને દાસને તો વચનમાં યથાર્થ વર્ત્યાનું અંગ હોય તેણે કરીને વિષયને વષે અરુચિ હોય પણ જ્ઞાન વિના મૂળ ઊખડે નહિ. માટે ઉપશમે કરીને રાગ ઓછા કરવા. જેમ ઝાડને વારંવાર કાપ્યા કરે તો કોંટા નિર્બળ નિસરે.।।૧૧૩।।
ટિપ્પણી
કોંટાઃ ફણગા.