વાત : ૫૩૦
મયારામ ભટ્ટજીને પૂછ્યું જે ઉદ્ધવજી કેમ વાર્તા કરતા ? ત્યારે ભટ્ટજી બોલ્યા જે રામાનંદ સ્વામીએ એમ કહ્યું જે આપણા સત્સંગને વિષે ભાગવતાદિક શાસ્ત્રવિદ્યા ને વ્યાકરણાદિક શાસ્ત્રવિદ્યા તથા ગાનવિદ્યા ને વાજાં એ સર્વે નથી એમ વાર્તા કરતા. ત્યારે સંતે કહ્યું જે હમણાં તો એ સર્વેની પ્રવૃત્તિ જે તે સત્સંગને વિષે શ્રીજીમહારાજે અતિશય કરાવી છે ને ગાયક તથા પાઠક દ્વારાએ કરીને તથા મંદિર ને મૂર્તિ દ્વારાએ કરીને અનંત રજોગુણી ને તમોગણી જીવોનાં કલ્યાણ પણ કર્યાં છે.।।૫૩૦।।