વાત : ૩૦૦

એકાંતિક ભક્તની વૃત્તિમાં ભગવાન રહ્યા હોય એવાનું વર્તન કેવી જાતનું હોય ? ઉત્તર : જે એવાની જે ક્રિયા તે આચાર્યજી મહારાજને અર્થે હોય કે મંદિરને અર્થે હોય પણ પોતાને અર્થે ન હોય ને એવા જે ગૃહસ્થ હરિભક્ત હોય તેને પણ

प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः ।

स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतं।।

અર્થ :- જીવને સંબંધીઓમાં તથા વિષયોમાં કોઈ પણ રીતે ન છેદાય એવા પાશરૂપ દૃઢ પ્રસંગ છે તે જ પ્રસંગ જો એકાંતિક સાધુઓમાં કર્યો હોય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય છે. (ભા. તૃ. અ. ૨૫-૨૦)

એ શ્લોકમાં કહ્યું છે એવી રીતે સત્સંગને વિષે મમત્વ અને વર્તન હોય છે.।।૩૦૦।।