વાત : ૪૯૦
સ્વયં, અંશ, કળા ને વિભૂતિ એ ચારના ભેદને કેમ સમજવા ? ઉત્તર : જે સગુણ, નિર્ગુણ એ બે પ્રકારના ભગવાનના અવતાર છે તેને મધ્યે સગુણ તો પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ ને સંકર્ષણ એ સ્વયં અવતાર છે ને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ તો અંશાવતાર છે. ને કશ્યપાદિક કળાવતાર છે. ને નિર્ગુણમાં તો શ્રીકૃષ્ણાદિક સ્વયં અવતાર ને દત્ત કપિલાદિક અંશાવતાર ને મચ્છ કચ્છાદિક કાળાવતાર એમ છે ને વિભૂતિ તો ઇન્દ્રાદિકને જાણવી ને વિભૂતિ તો ભગવાનની છડી છે. ગીતામાં તો રાજાને પણ વિભૂતિ કહ્યા છે. માટે છડી તો સર્વેને માનવા જોગ છે ને રાજા પરીક્ષિતનું ઋષિએ સન્માન ન કર્યું તો કેટલી ઉપાધિ થઈ ને તે રાજાઓને વિષે નિરંતર જે સ્વાભાવિક ગુણ રહે છે તે તો પોતાના છે ને જે વિશેષ ઐશ્વર્ય જણાય છે તે પરમેશ્વરનું છે એમ જાણવું.।।૪૯૦।।