વાત : ૩૮૯
આત્મા દેહથી જુદો છે તો પણ એક કેમ જણાય છે ? ઉત્તર : જે ધન ને પુરુષ જુદાં છે ને સ્ત્રી ને પુરુષ જુદાં છે તો પણ જે અતિ લોભી ને અતિ કામી છે તે તો એ બેને નાશે કરીને નાશ થઈ જાય છે માટે જુદાં નથી. તે એક રાજા હતો તે છ મહિના સુધી સમાધિ કરતો પણ ત્યાં રહ્યો થકો રાજ્ય સ્ત્રી, ધનને સંભાર્યા કરતો. પછી જ્યારે તેને સંતદાસજી સાધુ મળ્યા ત્યારે જુદાં પાડ્યાં. માટે એકાંતિક ભક્તના સંગે કરીને જો અભ્યાસ કરે તો આત્મા ને દેહ તે જુદા જણાય છે. માટે સર્વે કાળને વિષે ત્રણ શરીર થકી પોતાને પૃથક્ વર્તવું.।।૩૮૯।।