વાત : ૨૬૫
ચાર પ્રકારની અનુવૃત્તિએ કરીને અતિશય મોટા થવાય છે તેની વિગત જે પ્રથમ તો હરિભક્તની અનુવૃત્તિમાં વર્તે તો સત્સંગી થવાય ને પછી સંતની અનુવૃત્તિમાં વર્તે તો સાધુ થવાય ને પછી એકાંતિકની અનુવૃત્તિમાં વર્તે તો એકાંતિક થવાય ને પછી શ્રીજીમહારાજની અનુવૃત્તિમાં વર્તે તો ભગવદ્ભાવને પામે છે ને એમ ન વર્તે તો અસત્ દેશકાળાદિકે કરીને જો મોટા પુરુષને વિષે અસત્ બુદ્ધિ થઈ જાય તો આસુરભાવને પામી જાય છે. માટે જ્ઞાનાંશનો અભ્યાસ પ્રમાદ મૂકીને કરવો ને અતિશય બીક રાખીને વર્તવું પણ નિર્ભય થાવું નહિ.।।૨૬૫।।