વાત : ૨૭૮
મોક્ષાર્થીને કરવાનું તો આટલું જ છે કે જે સત્પુરુષને સંગે કરીને ધર્મ, જ્ઞાનાદિક જીવને વિશે પ્રવેશ કરાવીને સાધુતા શીખવી. તે સાધુતા તો તો શીખાય જો મનગમતા વિષયની પ્રાપ્તિએ કરીને મન ટાઢું ન થાય ને અપ્રાપ્તિએ કરીને મન ઊનું પણ ન થાય. એ વાર્તા શ્રીજીમહારાજે પ્ર. પ્ર. ૨૦મા વચનામૃતમાં કહી છે, જો જીવ દેહરૂપ થઈને રૂપ, કુરૂપ, બાળ, યૌવનાદિક અનંત પદાર્થ જુવે છે ને શ્રોત્ર, ત્વક્, રસના ને ઘ્રાણે કરીને પણ વિષય સુખને ભોગવે છે ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો પણ નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે ને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે ને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે ને એ જ સર્વે નીચમાં અતિશય નીચ છે જે અંતર સન્મુખ દૃષ્ટિએ કરીને પોતાના રૂપને જોતો નથી ને સત્સંગ જીવમાં પ્રવેશ કરાવતો નથી.।।૨૭૮।।