વાત : ૪૨૯

ભગવાનનું ધ્યાન કરવું તેના ત્રણ ભેદ છે : (૧) બાહ્ય લીલા ચિંતવન કરીને ભગવાનનું ધ્યાન કરે તે ધ્યાને કરીને સ્થૂલ દેહને ધક્કો લગાડે. (૨) મનન દ્વારે ભગવાનનું ધ્યાન કરે તે ધ્યાને કરીને સૂક્ષ્મ અને સ્થૂલ એ બેને ધક્કો લગાડે. (૩) ઇંદ્રિયો, અંતઃકરણ તથા માયિક ભાવે રહિત કેવળ સત્તારૂપ થઈને જીવને અક્ષરરૂપ માનીને હૃદયમાં ભગવાનને પ્રતિલોમ વૃત્તિએ સન્મુખ રહીને ધ્યાન કરે તો પછી એ ભક્તને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણનો ભાવ ટળી જાય છે ત્યારે કારણ શરીરે સહિત ત્રણ દેહનો નાશ થાય છે એ શ્રેષ્ઠ ધ્યાન છે.।।૪૨૯।।