વાત : ૫૧૭
જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને માહાત્મ્ય જ્ઞાન યુક્ત ભક્તિ એ ચાર ગુણવાળા જે ઉત્તમ પુરુષ, સાધુ તે એક પ્રકૃતિવાળા જ્યારે એકાંતમાં ભેળા થયા હોય ત્યારે અતિશય શ્રેષ્ઠ જે ભગવદ્ વાર્તા તથા તેના જે ગુણદોષ હોય તેને નામ નિર્દેશે કહી દેખાડી અને યથાર્થ વાર્તા થાય, કેમ જે એકાંતમાં જેમ હોય તેમ યથાર્થ કહેવાય કેમ જે કોઈને અવગુણ આવે એમ ન હોય અને તે શ્રેષ્ઠ પ્રકૃતિવાળા જ્યારે સભામાં વાર્તા કરે ત્યારે તે સભામાં ઘણી જાતના મનુષ્યો હોય તેમાંથી કોઈકને અવળી લાગે માટે યથાર્થ વાર્તા ન થાય અને મધ્યમ અને કનિષ્ઠ પુરુષ તે સભામાં તો શ્રેષ્ઠ વાર્તા કરે અને જ્યારે એક પ્રકૃતિવાળા ભેળા થઈને એકાંતમાં બેસે ત્યારે તો તે મધ્યમથી મધ્યમ અને કનિષ્ઠથી કનિષ્ઠ એવી વાર્તા કરે તેને જાણવી.।।૫૧૭।।