વાત : ૨૦૮
શ્રીજીમહારાજને ને તેમના મહિમાને ને તેમના ધામને ને તેમના અવતારને તથા સત્પુરુષને તથા તેમના મહિમાને જે યથાર્થપણે જાણતો હોય તે સત્સંગમાંથી કોઈ રીતે પડે નહિ ને સર્વે પ્રકારે ભીષણ પણ ખમે ને એવી જાતના સમજણવાળાના અંતરમાં ચીકાશ હોય છે ને તે જ્યાં જાય ત્યાં ભગવાનને મૂકી શકે નહિ.।।૨૦૮।।
ટિપ્પણી
ચીકાશઃ ચોંટી રહેવાનો ગુણ.