વાત : ૨૨૦

પુસ્તકને અર્થે ને ભગવાનના ચરણારવિંદને અર્થે જીવ બહુ દાખડો કરે છે એ સર્વે છે તો ખરું પણ મોટા પુરુષના સમાગમમાં રહીને ને ધન, સ્ત્રી આદિક પદાર્થોનો ત્યાગ કરીને શ્રીજીમહારાજની અનુવૃત્તિમાં રહીને પોતાનું ઉત્તમ કલ્યાણ કરવું એ શ્રેષ્ઠ સમજણ છે ને જે એવી બુદ્ધિનું ગ્રહણ નથી કરતા તેનાં પુસ્તક આદિક પડ્યાં રહે છે ને પોતે સત્સંગ થકી પડી જાય છે.।।૨૨૦।।