વાત : ૧૩૮
શ્રીજીમહારાજના વચન પ્રમાણે જ જે સંતને પોતાના આત્માનું હિત કરતાં આવડે અને તે વચન પ્રમાણે રહીને મહારાજની પ્રસન્નતા કરવી તેનો ખટકો હોય અને તે વચન પ્રમાણે વર્તતો હોય અને સર્વે પ્રકારે બુદ્ધિ પહોંચતી હોય અને બીજાના જીવને પણ જાણતા હોય અને તેના જીવનું પરલોક સંબંધી હિત સર્વે પ્રકારે કરતાં આવડતું હોય એવા જે સંત પોતાને જણાય તેના વચનમાં વિશ્વાસ રાખીને તે કહે તે પ્રમાણે વર્તે તો પણ ઠીક છે અને એ વિના જે બીજો માર્ગ તે તો પડવાનો છે.।।૧૩૮।।