વાત : ૧૪૧

જેને કોઈ પદાર્થની ઇચ્છા હોય નહિ તે શ્રીહરિજીનો એકાંતિક ભક્ત થયો તેને પણ શ્રીહરિજી ને તેમના ભક્તની સેવા તો કરવી કેમ જે એ તો સર્વેથી શ્રેષ્ઠ છે અને બીજાં સર્વે સાધન તો એને અર્થે છે. તથા એવાને પણ ભગવાનના ખરેખરા ભક્તનો સંગ રાખવો.।।૧૪૧।।