વાત : ૨૯૧
ત્રણ શરીરની ભાવનાએ રહિત થકા શ્રીજીમહારાજનું ભજન કરવું. તે ત્રણ શરીરની ભાવનાની વિગત જે જોયા સંબંધી કે સાંભળવા સંબંધી એ આદિકની જે જે ઇચ્છા ઊપજે તે સ્થૂલ દેહની ભાવના કહેવાય. ને મનમાં સંકલ્પ વિકલ્પનો જે ઘાટ ઊપજે તે સૂક્ષ્મ દેહની ભાવના કહેવાય. ને એ ઘાટ જ્યારે લય થાવામાંડે ત્યારે તે કારણ શરીરની ભાવના કહેવાય.।।૨૯૧।।