વાત : ૫૩૪
વક્તા જો મુમુક્ષુને ઓળખીને ભગવદ્ વાર્તા કરે તો સમાસ થાય છે કેમ જે કોઈકને તો ભક્તિનું અંગ હોય ને કોઈકને જ્ઞાનનું અંગ હોય ને કોઈકને વૈરાગ્યનું અંગ હોય ને કોઈકને સ્વરૂપનિષ્ઠાનું અંગ હોય ને કોઈકને મહિમાનું અંગ હોય એવી જાતનાં અનેક પ્રકારનાં અંગ મુમુક્ષુને હોય છે. તે માટે તે તે અંગનું સ્થાપન કરીને પછી જો જ્ઞાનાદિક અંગની વાર્તા હળવે રહીને સમજાવે તો સમજે ને બહુ સમાસ થાય.।।૫૩૪।।