વાત : ૨૧૧

એક દિવસ મોટા સંતે કહ્યું જે ડોળિયા મનુષ્યનો સંગ કરવો નહિ, તેણે કરીને અંતર મલીન થઈ જાય છે ને પાછો તપાસીને અંતર શુદ્ધ કરે તો શુદ્ધ થાય છે પણ એવી રીતે કરતાં પણ મોટાને જ આવડે ને બીજાને તો શુદ્ધ અશુદ્ધની ખબર જ પડતી નથી. તે વળી જેમ વહાણને વિષે અલ્પ ભાર હોય તે જેમ સર સર ચાલ્યું જાતું હોય ને પછી તેને વિષો ઘણો ભાર રહે તો તેમ ન ચાલે ને ધીરું પડી જાય છે. એ તો દૃષ્ટાંત છે તેમ ડોળિયા મનુષ્યના સંગે કરીને ઇંદ્રિયોને વિષે ને અંતઃકરણને વિષે રજ-તમના વેગ લાગે છે તે પાપરૂમ મેલ પેસે છે તેણે કરીને ભજન સ્મરણમાં મંદ પડી જાય છે ને જેમ પ્રથમ હેતે સોતું ભજન સ્મરણ થાતું હોય તેમ ન થાય તો સારુ તો દત્તાત્રેયાદિક ભગવાન હતા તો પણ બીક રાખીને વર્ત્યા.।।૨૧૧।।