વાત : ૫૫૦

સર્વે જીવોનાં કર્મ તો એક નથી ને ઉત્પત્તિ તથા પ્રલય એક કાળે કેમ થાય છે ? ઉત્તર : જે ઉત્પત્યાદિક તો વૈરાજ પુરુષને લઈને થાય છે જેમ કોઈક મોટા સાધુને જૂનાગઢ જાવું હોય ત્યારે તેમના મંડળના સાધુને ગમે કે ન ગમે તો પણ એમની સાથે જાવું પડે છે એમ વૈરાજપુરુષને ઉત્પત્તિ, પ્રલયની રીત છે.।।૫૫૦।।