વાત : ૪૨૦

ચાર પ્રકારનું ચૈતન્ય કહેવાય તેની વિગતિ એમ છે, ચાર પ્રકારનું જડ કહેવાય તેની પણ એમ વિગત છે.

(૧) પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ચૈતન્ય છે, પંચવિષય તે જડ છે.

(૨) અક્ષરધામ તે ચૈતન્ય છે, આ લોક તે જડ છે.

(૩) ભગવાનના અક્ષરધામમાં રહ્યા જે સેવક તે ચૈતન્ય છે, આ દેહના સંબંધી તે જડ છે.

(૪) જીવકોટિ, ઈશ્વરકોટિના જે જીવ તે ચૈતન્ય છે, ને

દેહ તે જડ છે. અને તે વિના બીજું જડ કે ચૈતન્ય ન કહેવાય.।।૪૨૦।।