વાત : ૩૬
પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અવતાર જીવના કલ્યાણને અર્થે દયાએ કરીને પૃથ્વી ઉપર થાય છે ત્યારે તેમનું સામર્થ્ય, વાર્તા તથા ભક્ત ઇત્યાદિક સર્વ તે બીજા જે આવિર્ભાવ તે થકી વિલક્ષણ હોય છે તે ઉત્તમ મુમુક્ષુના જાણવામાં આવે છે. ।। ૩૬ ।।
ટિપ્પણી
આવિર્ભાવઃ અવતાર.
વિલક્ષણઃ અલગ, જુદું.