વાત : ૨૯૭
સર્વે સંત શ્રીહરિજીની ભક્તિ કરે છે તેમાં કેટલાક જ્ઞાન શીખે છે ને કેટલાક તો વૈરાગ્ય શીખે છે ને કેટલાક ધર્મ તથા ભક્તિને શીખે છે પણ પરસ્પર ઈર્ષા શા સારુ કરે છે ? ઉત્તર : જે શ્રીજીમહારાજ તથા તેમના અતિ વહાલા એવા જે એકાંતિક ભક્ત તે પાસેથી નવધા ભક્તિ તથા પ્રેમલક્ષણા ભક્તિને શીખીને તેનો મર્મ સમજીને નિષ્કામ ભાવે કરીને ભક્તિ કરે તો ઈર્ષા ન આવે ને એવી રીતે સત્પુરુષ પાસેથી તો શીખતા નથી ને પોતાની મેળે અહંમમત્વ સોતા કરે છે માટે પરસ્પર ઈર્ષા થાય છે.।।૨૯૭।।